Tuesday, February 8, 2011

જય વડવાળા દેવ ! બાપજી સીતારામ ! ૐ નમો નારાયણ ! જય વાળી નાથ !

  સત ગુરુ બળદેવગીરી બાપૂના ચરણારવિંદ સેવા ના કૃપાપાત્ર એવા દેસાઈ તેજમલભાઇ રાંમશીભાઇ, ગામ-બુટ્ટાપાલડી, તા.જી.મહેસાણા ના  ભગવાન સદાશિવ ભોળાનાથે મહાશક્તિ,મહામાયા,આદિ શક્તિ, મા ભગવતિ કે જે સમસ્ત બ્રહ્માંડ ની ઉત્પતિ ના કારણ રુપ છે તેમ ની એકલતા દુર કરવા ના પ્રયોજન ની સિધ્ધી માટે  શિવ એટલે કે સદાય કલ્યાણ કારી ભગવાન ત્રિ-નેત્ર શામ્બ (શંકર) દ્વારા જે દૈવી સમાજ ની ઉત્પત્તિ થયેલ છે એવા રબારી સમાજ ને મારા કોટી કોટી વંદન........
           દરેક સમાજ નો પોતાનો આગવો ઇતિહાસ છે. તો પછી જે સમાજ ની ઉત્પત્તિ ભગવાન સદાશિવે પોતે કરી હોય તે સમાજ ના દૈવિ ઇતિહાસ નું નિરૂપણ આ પવિત્ર શ્રાવણ માસ માં આલેખવા નો લોભ જતો ન કરી શકું તે સ્વાભાવિક છે.
        પ્રલય અવસ્થા માં સમસ્ત બ્રહ્માંડ  આધ શક્તિ મહામાયા માં શૂન્ય સ્વરૂપે સ્થિત હતું. આ મહામાયા એ જ્યારે શ્રુષ્ટિ રચના ની ઇચ્છા કરી ત્યારે તેઓ દ્વારા ક્રમશ: બે પિંડ ની રચના કરવા માં આવી. આ પિંડ માંથી ક્રમશ: બ્રહ્મા અને વિષ્ણું પ્રગટ થયા. આધ શક્તિ દ્વારા તેઓને પોતાની સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મુકવા માં આવ્યો. પરંતું તે બંને એ આધ શક્તિ મહામાયા પોતાની ઉત્પન્ન કર્તા મા હોવાથી તેમની સાથે લગ્ન નહીં કરીએ તેમ કહી તેમની આજ્ઞા નું પાલન ન કર્યું, આથી આધશક્તિ દ્વારા તે બંને નો સંહાર કરવા માં આવ્યો. આમ બંને પુરુષો ને ઉત્પન્ન કરવા છતાં મહામાયા નો ધ્યેય સિધ્ધ ન થતાં તેઓ દ્વારા ત્રીજા પિંડ ની રચના કરવા માં આવી તથા તેમાં થી શિવ સ્વયં પ્રગટ થયા. મહામાયા દ્વારા તેઓ ને આજ્ઞા કરવા માં આવી કે તેઓ તેમની સાથે લગ્ન સંબંધે જોડાય નહિતર આગળ બ્રહ્મા તથા વિષ્ણું જેવી દશા તેમની પણ થશે ! ભગવાન ભોળાનાથે ક્ષણ ભર થંભી તેમની સાથે લગ્ન સંબંધે જોડાવા પહેલાં બે વચનો આપવા કહેતાં શક્તિ તે વચનો આપવા સંમત થયાં. શિવ દ્વારા પહેલું વરદાન પૂર્વે સંહાર થયેલા બ્રહ્મા તથા વિષ્ણું ને સજીવન કરવા માટે માગવા માં આવ્યું. બીજા વરદાન માં  મૂળ આધશક્તિ ને  શિવે પોતાના માં સમાઇ જવા ની માગણી કરી. આમ મૂળ આધશક્તિ  શિવ માં સમાઇ જતાં જે પા(૧/૪)–રતિ સૂક્ષ્મ પ્રકૃતિ સ્વરુપ બચ્યું તેની સાથે તેમણે શાસ્ત્રોક્ત દોષ મુક્ત લગ્ન કર્યાં. આમ શિવ અર્ધ નર-નારિશ્વર થયા.   અને ત્યાર બાદ બ્રહ્મા દ્વારા માનસી સૃષ્ટિ ની રચના નું કાર્ય આરંભવા માં આવ્યું.
             ભગવાન સદાશિવ હજારો વર્ષો સુધી કૈલાસ પર્વત પર અસમ્પ્રજ્ઞાત સમાધિ અવસ્થા માં રહેતા હતા. શિવ ની તપસ્યા દરમ્યાન આશ્રમ માં આધશક્તિ મહામાયા એકલાં પડી જતાં. શિવ લોક માં શિવ-શક્તિ સિવાય અન્ય કોઇ જીવ પણ ન હતો . અને વળી તેમાં ય પાછી ભગવાન શંકર ની આ લાંબી તપશ્ચર્યા ! આધશક્તિ થી આ એકલતા સહન ન થઇ શકી. એક વાર શિવ જ્યારે તપશ્ચર્યા પરવારી આશ્રમમાં આવ્યા ત્યારે તેઓ એ શિવ ને આ અંગે ફરિયાદ કરી તથા કહ્યું કે હે પ્રભુ ! આપ તો કૈલાસ પર હજારો વર્ષો સુધી તપસ્યા માં લીન થઇ જાઓ છો; અને હું માત્ર એકલી-અટુલી આ આશ્રમ માં રહું છું,આથી મને એકલવાયાપણું સાલે છે. મારો સમય આનંદમય રીતે પસાર થાય અને મને અન્ય કોઈનો સહવાસ મળી રહે તે સારું આપ કોઇ જીવ ઉત્પન્ન કરો ! સદા શિવે પોતા ની યોગમાયા થી સતી નું મન રંજન કરવા જીવ તો ઉત્પન્ન કર્યો, પણ કયો ? પંચ-પગી સાંઢણી ! પંચ-પગી સાંઢણી ને જોઇને દેવી એ ચિંતાતુર થ ઇ શિવ ને કહ્યું; “ અરે પ્રભુ ! આપે તો આ ઢંગધડા વગર નો અબોલ જીવ પેદા કરી ઉપર થી મારા દુઃખ માં વધારો કર્યો ? હવે આ જીવ ની સાર સંભાળ રાખી શકે અને મારી સાથે વાતચીત પણ કરી શકે એવો મારા સ્થૂળ દેહ જેવો જ જીવ ઉત્પન્ન કરવો પડશે ! અને સતિ ની આ વિનંતી સાંભળી શામ્બ-સદાશિવ દ્વારા પંચ-પગી સાંઢણી નો રખેવાળ એવો બાખરવાળ ઉત્પન્ન કરવા માં આવ્યો. શંકર ભગવાન ના અનેક નામો પૈકી નું તેમ નું મુખ્ય નામ શામ્બ હોઇ તે શામ્બલ- શાંબલ- શાંબળ- શાંબળ કે શાંબોળ કહેવાયો.   
      આમ આધશક્તિ કે આધશકત (મુમ્માદેવિ) ની વિનંતી ને માન આપી શિવ દ્વારા સૌ પ્રથમ ઉત્પન્ન થયેલ જીવ સાંઢણી તે મહાદેવિ નું વાહન બન્યું. વળી તે અત્યંત પવિત્ર અને શક્તિ નું વાહન હોઇ સતી તરીકે માન્યતા પામ્યું. તેનું દૂધ કે જેમાં અનેક ઔષધીઓ નો રસ રહેલો છે તેનો ઉપભોગ કરવા માટે શાંબળ બડભાગી બન્યો.
       આમ સમસ્ત માનવ જાત તથા અન્ય તમામ જીવ પ્રજાપતિ બ્રહ્મા દ્વારા ઉત્પન્ન થયા જ્યારે માત્ર રબારી સમાજ નો પૂર્વજ શાંબોળ એકલો જ શિવ દ્વારા ઉત્પન્ન થયો. શાંબોળ પોતે ભોળાનાથ નું સર્જન હોઇ તેના વંશ વૃક્ષ સમાન આ સમાજ માં તેના ગુણ ઉતરતાં આ સમાજ ભોળો, ચારિત્ર્ય વાન, નિષ્પાપ, શિવ ની જેમ સૌનું કલ્યાણ ઇચ્છ્તો, સાત્વિક, એક સંપિલો, મજબુત અને કઠણ બાંધા નો થયો. આજે પણ આખા દેશ માં સમસ્ત રબારી સમાજ મોટા ભાગે ભગવાન શંકર ના પ્રતીક સમ શિવલિંગ ને અચૂક પણે પોતાના દેહ પર ધારણ કરે છે; પછી તે વીંટી માં હોય કે કડા માં હોય! રબારી નો દીકરો જ્યારે ગૌ દોહન કરે ત્યારે અચૂક પણે  પોતાની આંગળી પર ની શિવલિંગ વીંટી પર કે કાંડા પર ધારણ કરેલ  શિવલિંગ કડા પર દૂધનો અભિષેક કરવો ભૂલતો નથી. આમ આ સમાજ ના સર્જનહાર શિવ હોઇ અને પરંપરાથી સમાજ શૈવ ચિહ્નો ધારણ કરતો હોઇ તેના ઇષ્ટદેવ ભગવાન ભોળાનાથ થયા. વળી રામાયણ માં કહેવાયું છે તેમ આ સમાજ ના ઇષ્ટદેવ શિવ પોતે નિરંતર રામ નું જ ધ્યાન ધરતા હોઇ આ સમાજ શૈવમતાવલંબી થવા ની સાથે રામ-કૃષ્ણ ને પણ અત્યંત  આદરપૂર્વક ભજતો પરમ વૈષ્ણવ  થયો. શૈવ અને વૈષ્ણવ એમ બંને મતો ને સમાન આદર આપવો એ આ સમાજની આગવી વિશિષ્ટતા છે. આ લક્ષણ અન્ય કોઇ સમાજમાં જોવામાં આવતું નથી રબારી સમાજ નો પૂર્વજ શાંબોળ શિવ દ્વારા ઉત્પન્ન થયેલ હોઇ શિવ જેવો મહાયોગી હોય તે સ્વાભાવિક છે. શિવ નો તે વિશેષ પ્રીતિ પાત્ર હતો. શિવ પોતે આ શાંબોળ પોતાની જેમ જ મહાયોગી થાય તેવું ઇચ્છતા હતા. તે ક્લેશ, કર્મ તથા કર્મ ફળ થી સદંતર મુક્ત એવો મુક્તાત્મા હતો. તે અવિદ્યા (મોક્ષ પ્રાપ્તી સિવાય નું મિથ્યા જ્ઞાન),અસ્મિતા (અનુભવ તથા તે માટે ના સાધન માં ઐક્ય ભાવ), રાગ, દ્વેષ તથા અભિનિવેશ (મૃત્યુ નો ભય) જેવા પંચ ક્લેશ થી મુક્ત યોગી હતો. હજારો વર્ષ ના આયુષ્ય વાળો અસંગ અને અભેદ ( જેને સ્ત્રી-પુરુષ નું પણ ભેદ જ્ઞાન ન હોય) હતો. એક વાર સતિ દ્વારા આ શાંબોળ  ને નજીક ના નગરમાં બ્રહ્મા દ્વારા નિર્મિત માનવો પાસે ભિક્ષાટન માટે જવા કહેવા માં આવ્યું. શાંબોળ  માતાજી ની આજ્ઞા માથે ચઢાવી ભિક્ષાટન માટે સિધાવ્યો. જેને બહારી સંસાર નું બિલકુલ જ્ઞાન નહોતું તેવા અસંગ યોગી એ સંસાર જોતાં તેના માં ભેદ જ્ઞાન આવ્યું . અવિધા, અસ્મિતા, રાગ, દ્વેષ તથા અભિનિવેશ જેવા સંસાર ના પાંચે ક્લેશોએ તેની ઉપર એક સાથે આક્રમણ કર્યું. અને ભોગી જીવો દ્વારા ભોગવાતા ભોગો ભોગવવા ના તેને અભરખા જાગ્યા. તે સંસારી બનવા નાં સ્વપ્ન સેવવા લાગ્યો ! ભિક્ષાટન કરી જેવો તે આશ્રમમાં પ્રવેશ્યો કે તરત જ ભિક્ષાન્ન ભરેલી જોળી તેણે ખૂણામાં બેઠેલાં માતાજી ના ખોળા માં છુટ્ટી ફેંકી ! માતા જી એ કારણ જણાવવા ખુબજ કહ્યું; પરંતુ શરમ નો માર્યો માતાજી ને પોતા ની હૈયાની વાત ન કહી શક્યો ! અને વળી અન્ન પાણી ની આખડી લ ઇ એક ખુણા માં મૌનવ્રત ધારણ કરી ને બેસી ગયો. માતાજી ના ખુબજ પ્રયાસો છતાં તેણે ક ઇ કહ્યું નહીં.
           ઘણા સમય પછી જ્યારે શિવ તપસ્યા કરી આશ્રમે પાછા આવ્યા ત્યારે તેમણે અત્યંત દુર્બળ અને  દુઃખી  દેખાતા સાંબળ ની હાલત અંગે તેને પુછ્યું.  ઘણા પુછાણ બાદ પણ તેના દ્વારા અન્ન-પાણી ન લેવા નું તથા આમ રીસાઇ ને બેસી જવા નું કંઇ કારણ જાણી શકાયું નહિ. સતી ને પૂછતાં તેઓ પણ કંઇ કહી શક્યાં નહિ. છેવટે શિવે પોતાની યોગ માયા થી આખી વાત જાણી લીધી તથા મહામાયા ને પોતે સાંબળ ને ભિક્ષા માટે નહોતો મોકલવો જોઇતો એમ ઠપકો આપ્યો.JAY SEMOJ MAA

No comments:

Post a Comment