શ્રાવણ વદ છઠના દિવસે રાંધણ છઠનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામના જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને હલષષ્ઠી કહેવામાં આવે છે.આ દિવસે ભગવાન શેષનાગ દ્વાપર યુગમાં બલરામના રુપમાં અવતાર પામ્યા હતા. બલરામનું પ્રધાન શસ્ત્ર હળ અને કોદાળી છે. આ જ કારણે તેમને હળધારી પણ કહેવામાં આવે છે. તેમના નામ પરથી જ આ પર્વનું નામ હળષષ્ઠી પાડવામાં આવ્યું છે.
હળને કૃષિપ્રધાન ભારતનું પ્રાણ તત્વ માનવામાં આવે છે. તે માનવ જાતિના કલ્યાણનું પ્રતિક છે. આ માટે જ આ દિવસે અગ્નિ પેટાવ્યા વગર કે હળ ચલાવ્યા વગર અન્ન અને શાકભાજી ખાવાનું વિશેષ મહત્વ છે. તેની કથાઓ અનુસાર તેની પૂજા આરાધના કરવામાં આવે છે. આરતીથી પૂજનની પ્રક્રિયાઓ થાય છે. ભગવાન શિવ, પાર્વતી,શ્રીગણેશ, નંદી , સિંહ અને કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે અને મહત્વ પણ વિશેષ દર્શાવવામાં આવ્યું છે.
આ પ્રકારે વિધિપૂર્વક હળષષ્ઠીની પૂજા કરવાથી તેનું વ્રત કરવાથી નિસંતાન દંપતિને સંતાન પેદા થાય છે. સંતાનની આયુ વધે છે, અને તેના આરોગ્ય અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે.