વિદ્વાન અને પંડીત લોકો કહે છે જે સમાધિ ભાષામાં ભાગવત લખવામાં આવી છે અને જે સમયે રાધાજીનો પ્રવેશ થયો ત્યારે વ્યાસજી એવા ડૂબી ગયા કે રાધા ચરિત લખી જ ના શક્યા. સત્ય તો એ છે કે જે આ પહેલા શ્લોકમાં વંદના કરવામાં આવી છે તેમાં શ્રીકૃષ્ણાયમાં શ્રીનો અર્થ થાય છે કે રાધાજીનું નમન કરવું.વાત એમ છે કે જ્યારે રાધાજીએ કૃષ્ણજીને પૂછ્યું કે આ સાહિત્યમાં તમારી શું ભૂમિકા હશે. તો રાધાજીએ કહ્યું કે મને કોઈ ભૂમિકા નથી જોઈતી , હું તો સદાય તમારી પાછળ છું. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ દેહ છે તો રાધા આત્મા છે. કૃષ્ણ શબ્દ છે તો રાધા અર્થ છે.કૃષ્ણ ગીત છે તો રાધા સંગીત છે.કૃષ્ણ વંશી છે તો રાધા સ્વર છે, કૃષ્ણ સમુદ્ર છે તો રાધા તરંગ છે અને કૃષ્ણ ફૂલ છે તો રાધા સુગંધ છે.
આ માટે જ રાધા તેમાં અદ્રશ્ય છે. રાધા હંમેશા અદ્રશ્ય રહે છે અને એટલે જ રાધાજીના આ રુપનું નમન કરવામાં આવ્યું છે.જ્યારે આપણે દસમા, અગિયારમાં સ્કંધમાં પહોંચીશું ત્યારે પાંચમા,છઠ્ઠા કે સાતમા દિવસે રાધાજીને યાદ કરીશું.પરંતુ એક વાર ખૂબ મનથી સ્મરણ કરો રાધે રાધે. એમ વારંવાર બોલતા રહીશું તો મનની શાંતિ મળશે.રાધા રાધાનું ઉંધુ બોલતા રહીશું તો પણ ધારા ધારા શબ્દો બોલાશે. ભાગવતનો કરંટ છે રાધા. તમારી અંદર સંચાર ભાવ ઉત્પન્ન થાય તો એ રાધાનું પુણ્ય ગણાશે. જ્યારે આંખ બંધ કરશો ત્યારે ચિત્તને શાંત કરવાનો પ્રયત્ન કરજો અને એ શાંતિનું નામ છે રાધા. જો તમે ખૂબ અશાંત છો તો તમારા જીવનમાં રાધા રાધાનું સ્મરણ કરો. એનાથી તમારી મુશ્કેલીઓ આસાન થઈ જશે. હું તમને વાયદો કરું છું કે આ નમનનો ઉત્તમ ઉપાય છે.15 મિનિટ મન શાંત થઈ જશે કેમ કે રાધાના નામમાં એ શક્તિ છે.ભગવાને સમગ્ર સંચાર શક્તિ રાધાના નામમાં ઉતારી છે. એટલા માટે જ રાધા શબ્દનું રટણ કરો કે ના કરો રાધાજી અવશ્ય બિરાજમાન થાય છે.
No comments:
Post a Comment